પપ્પા ને પત્ર... કાશ થોડો વધારે સમય મળ્યો હોત તમારી સાથે વિતાવવા, ઘણા અરમાનો પૂરા કરવા હતા તમારી સાથે. તમારી સાથે દુનિયા જોવી તી, અને એ પણ તમારી બાઇક પાછળ બેસી ને... તમારી બાઇક માં બેસી ને મારે આવનારા જીવન ની બાંધણી બાંધવી હતી, અને લગ્ન ની હર એક વિધિ માં તમારો જે દીકરી ના બાપ હોવાનો હરખ હતો એ જોવો તો... તમે કહેતા ને કે તને હાથી વાળી મહેંદી ગમે તો ત્યારે જો મહેંદી વાળા બેન ના પાડે ને તો હું તને તાત્કાલિક રાજકોટ લઈ જઈશ પણ તને ગમશે એ બધું કરવા તૈયાર... હવે તો નથી તમે તો મને આમ કોણ કહેશે પપ્પા... મારે તો તમારા હાથે કન્યાદાન ની વિધિ જોવી હતી ત્યારે તમારી આંખ માં જે ખુશી ના આંસુ આવે હરખ છલકાય એ જોવો હતો... મારી વિદાય વખતે હું બોવ જ રોતી હોય તો ત્યારે તમારી સાંત્વના જોઈતી હતી, અને હા આ તો ભુલાઈ જ ગયું મારે તો તમારી સાથે ઘણા બધા ફોટા પડાવવા હતા, મે તો પોઝ પણ નક્કી કરી રાખ્યા તા... મારે આવનારા મારા જીવન માં કુમકુમ ના સાથીયા તમારા હસ્તક પુરાવવા તા... કાશ પપ્પા હું વધારે સમય તમારી સાથે ગાળી શકી હોત તમારા બુઢાપા ની લાકડી બનવું હતું મારે તમને દીકરી નહિ પણ દીકરો બની ને બતાવવું હતું....
2020... End of a very bad year..... And 2021 a hopefull beginning.... બધે જ અત્યારે એક વાક્ય જોવા મળે છે ઈન્સ્ટાગ્રામ ફેસબુક વ્હોટસએપ સર્વત્ર એક જ વાક્ય કે 2020 किसी के सपने ले गया या तो किसी के अपने... અલ્યા આમ હાલી શું નિકળ્યા છો ચાલો માન્યું કે કોઈ ના શું ઘણા બધા ના પોતાના અંગત લોકો ભગવાન ને પ્યારા થઈ ગયા પરંતુ આ પરિસ્થિતિ માં તમે જેટલું નકારત્મક વિચારો છો એના કરતાં તો વધારે તમને સકારાત્મક ફાયદો થયો છે. આમાં તમને એવું લાગતું હશે કે આ તો આજે બધે જ વાચવા માં આવી ગયું કે 2020 માં આમ થયું તેમ થયું ઓસ્ટ્રેલિયા ના જંગલો માં આગ લાગી, તો ક્યાંક વાવાઝોડા ક્યાંક ભૂકંપ અને સૌથી મોટું કોરોના વાઇરસ આવ્યો.... આમ જોવા જઈએ તો આરામ થી કહી શકાય કે યમરાજા એ એક ફૂલ પેકેજ ખોલ્યું મોત ના તાંડવ નું. આખી દુનિયા માં કેટ - કેટલા ના મોત થયા ઘણા બધા એ પોતાના અંગત વ્યક્તિ ને ખોઈ દીધા પણ આ બધા માં એક વાર પણ કોઈ વિચાર કર્યો અમાં ફાયદો ક્યાં કોને શું થયો !!?? ...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો