પપ્પા ને પત્ર...

પપ્પા ને પત્ર...

કાશ થોડો વધારે સમય મળ્યો હોત તમારી સાથે વિતાવવા, ઘણા અરમાનો પૂરા કરવા હતા તમારી સાથે. તમારી સાથે દુનિયા જોવી તી, અને એ પણ તમારી બાઇક પાછળ બેસી ને... 

તમારી બાઇક માં બેસી ને મારે આવનારા જીવન ની બાંધણી બાંધવી હતી, અને લગ્ન ની હર એક વિધિ માં તમારો જે દીકરી ના બાપ હોવાનો હરખ હતો એ જોવો તો... તમે કહેતા ને કે તને હાથી વાળી મહેંદી ગમે તો ત્યારે જો મહેંદી વાળા બેન ના પાડે ને તો હું તને તાત્કાલિક રાજકોટ લઈ જઈશ પણ તને ગમશે એ બધું કરવા તૈયાર... હવે તો નથી તમે તો મને આમ કોણ કહેશે પપ્પા... 

મારે તો તમારા હાથે કન્યાદાન ની વિધિ જોવી હતી ત્યારે તમારી આંખ માં જે ખુશી ના આંસુ આવે હરખ છલકાય એ જોવો હતો... 

મારી વિદાય વખતે હું બોવ જ રોતી હોય તો ત્યારે તમારી સાંત્વના જોઈતી હતી, અને હા આ તો ભુલાઈ જ ગયું મારે તો તમારી સાથે ઘણા બધા ફોટા પડાવવા હતા, મે તો પોઝ પણ નક્કી કરી રાખ્યા તા...

મારે આવનારા મારા જીવન માં કુમકુમ ના સાથીયા તમારા હસ્તક પુરાવવા તા...

કાશ પપ્પા હું વધારે સમય તમારી સાથે ગાળી શકી હોત
તમારા બુઢાપા ની લાકડી બનવું હતું મારે તમને દીકરી નહિ પણ દીકરો બની ને બતાવવું હતું.... 

જેટલું લખું એટલું ઓછું જ છે પણ એક વાત ચોક્કસ કે તમારો આપેલો વારસો તમારી કલમ હું સાચવી રાખીશ અને તમને વચન આપું છું કે આવનારા સમયમાં પ્રતિતી ની દીકરી તરીકે તમારું નામ રોશન કરીશ... 

                                      લિ.
                               તમારી દીકરી.... 
                              ગુલાબ ની કલમ 🌹

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

समझ लेना..

દોસ્તી એટલે દગો... 💔