પ્રવાહ...

પ્રવાહ એટલે નદીઓ નો વહેણ....

                    ગંગા પણ નદી ના વેણ ની જેમ ખળ ખળ વહેતા એવી સુમિત્રા ની નાની એવી નદી જ જોઈ લો. આખો દિવસ ઘર માં રમતી ઉછળતી અને કિલ્લોલ કરતી. ઘર માં સૌ થી નાની એટલે લાડકવાયી માં બાપ તો એને પોતાની પાંપણો પર સજાવી ને રાખે. એના બાપ મિથીલ ને આખા ગામ માં એમ જ કહે કે એને તો જાણે નવી નવાઈ ની દીકરી આવી એમ હરખાઈ ગયો. માણસ દીકરા ના જન્મ માં આખા ગામ માં પેંડા વહેચી ને ખુશ ખબરી આપે પણ આને તો પોતાના સગા સંબંધી ઓ સહિત આખા ગામ માં પેંડા અને સાકાર વેહચી અને બધા ને હરખાઈ ને કહેતો કે માટે દીકરી આવી મારે દીકરી આવી..... 

                      ગંગા હંમેશા થી એના બાપ ની જેમ નીડર અને પોતાની મા જેવી જ રૂપાળી ને દેખાવડી છોકરી હતી. ગંગા ના નાનપણ માં જ મીથીલ ભાઈ ને તો એના માટેના મંગા આવતા પણ આ લોકો ગણકારે તો ને.... ગંગા ભણવા માં પણ અવ્વલ આવતી ક્યારેય એના વર્ગ માં એ બીજા નંબરે ના આવે હંમેશા માટે પહેલો નંબર તો ગંગા ના નામ નો જ લખાઈ ગયો હોય.

                      બધી રીતે હોશિયાર છોકરી આગળ વધતી ધીમે ધીમે યુવાની માં દગ માંડતી હતી. બધી જીદ પૂરી કરનાર માં બાપ પણ એને ભણાવવામાં કઈ કમી નોતા રાખતા એની નાનપણ ની એક નાની ઢીંગલી થી લઇ ને એના કોલેજ નાં ચોપડા બધું જ સાચવી ને સુમિત્રા રાખતી. બાજુ માં જ એક છોકરો રહે નામ એનું હરીશ બાળપણ થી એક જ શાળા અને કોલેજ માં પણ સાથે જ પ્રવેશ મળ્યો. ગંગા ના માં બાપ ને એક ચિંતા તો ઓછી થઈ કે સ્કૂલ માં જતી તો આપની નજર ની સામે રહેતી પણ હવે કોલેજ માં કોણ એનું ધ્યાન રાખશે. પણ હરીશ હતો ને... બંને ને એક જ કોલેજ માં એડમીશન મળ્યું તો આ ચિંતા તો ગઈ...

                      ગંગા અને વિષ્ણુ બાળપણ નાં મિત્ર અને કોલેજ માં પણ હંમેશા સાથે જ હોય. બધા લેક્ચર સાથે ભરવાના કેન્ટીન માં પણ સાથે જ જવાનું બધે જ સાથે. કોલેજ માં તો બધા એમ જ કહે કે ગંગા ના પ્રવાહ માં હરીશ તું તણાય ના જતો... અને હરીશ ને તો મનો મન ગંગા સાથે બાળપણ થી પ્રીત બંધાઈ જ ગઈ હતી. ગંગા પણ જાણતી હતી કે હરીશ અને તે એક બીજા માટે જ બનેલા છે. પણ સમય પાસે ક્યાં કોઈ નું ચાલ્યું છે કાંઈ....

                       કોલેજ નું છેલ્લી પરીક્ષા હતી હવે જ્યારે પરિણામ આવે ત્યારે તરત જ ગંગા કેનેડા જવાની હતી આગળ ભણવા અને હરીશ ને પોતાના પપ્પા સાથે બિઝનેસ માં જોડાવાનું હતું. કોલેજ તો પૂરી થઈ ગઈ આ ત્રણ વર્ષ માં ગંગા અને હરીશ સાથે ને સાથે જ રહ્યા. કોઈ અજાણ્યું જોવે તો એમ જ સમજે કે આ બંને ના લગ્ન થઈ ગયાં હશે એ રીતે જ વર્તન બંને નું વાતો ના ભલે મસ્તી મજાક હોય પણ પૂરા આદર સત્કાર થી, જે રીતે એક પતિ પોતાની પત્ની ને માન સન્માન આપે અને જેમ એક પત્ની પોતાના પતિ ને.....

                           પરિણામ આવ્યું અને ગંગા ઘરે થી કહી ને નીકળી કે માટે આવતા વાર લાગશે ફ્રેન્ડસ્ સાથે બહાર જાવ છું... પાર્ટી જોઈતી હતી એ લોકો ને કેમ કે ગંગાએ આખી યુનિવર્સિટી માં ટોપ કર્યું તું તો મિત્રો તો પાર્ટી માંગવાના જ. બધા મિત્રો ભેગા થયા અને જોરદાર પાર્ટી કરી ખૂબ મોજ મજ્જા કરી અને અંતે બધા છૂટા પડ્યા. છેલ્લે વધ્યા હરીશ અને ગંગા બે જ કેમ કે બંને ના ઘર નો રસ્તો એક જ હતો. વાત તો બને ને કરવી હતી પણ આટલા વર્ષો ની મિત્રતા છતાં આ વાત કરવામાં મૂંઝવણ લાગતી હતી... 

હરીશે : થોડી વાર બેસીએ પછી જઈએ?? 

ગંગા : હાં કેમ નહિ !!

હરીશ અને ગંગા બંને બેઠા છે કોઈ કઈ બોલતું નથી!! કદાચ મૌન જ અત્યારે બંને ના મીઠા અહેસાસ અને આટલા વર્ષો ના મિલાપ ની સાક્ષી પૂરે છે. થોડી વાર થઈ...

ગંગા : હું જાવ છું ....

હરીશ : (મન માં જ ) કદાચ તને રોકી શકત તો રોકી લેત અને મારા થી ક્યાંય પણ દૂર ના થવા દઉં.... 
(મોટે થી ) ચલ હું પણ આવું જ છું ને બકા તું જઈશ તો હું એકલો શું કરવાનો...{ એક ખોટું એવું હાસ્ય } 

ગંગા ના આંખ માંથી એક નાનું એવું આસુ સારી ને ગાલ પર આવી જાય છે. તે લૂછી અને છુપાવવાનો પ્રયત્ન કરે છે. 

ગંગા : હું કદાચ મારી જાત ને છોડી ને જઈ શકીશ પણ તને નહિ કરી અને રોઈ પડે છે. 

હરીશ : ના ગંગા આપને બાળપણ થી સાથે હતા અને હજુ પણ સાથે જ છીએ હું  તારા ભવિષ્ય માં આડો ક્યારેય નહી આવું... તને જાતા ક્યારેય નહી રોકું તું તારી રીતે તારી કરિયર બનાવ હું હંમેશા તારી સાથે છું અને હંમેશા સપોર્ટ કરીશ ચિંતા ના કર.... 

ગંગા : આ જ ડર હતો મને કે હું જઈશ અને તું મને આમ ખુલ્લા મને જવા પણ દઈશ... કદાચ એક વાર તે ના પાડી હોત કે ગંગા ના જા પ્લીઝ હું કેનેડા તો શું ભગવાન પાસે થી પણ પાછી આવતી રેત.... પણ કઈ ની તું ચિંતા ના કર હું જલ્દી પાછી આવીશ.... અને હા જો યાદ રાખશે ગંગા ના પ્રવાહ માં વહેવું સહેલું નથી ઘણી મૂશ્કેલી આવશે એટલું સહેલું નથી ગંગા ને પાર કરવું....

આમ કહી ને બંને ફિક્કું હાસ્ય કરવા માંડ્યા. બંને ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા અને બસ એક બીજા ને આખો થી જ વાત કરી લીધી .... 

                      ગંગા અત્યારે કેનેડા માં ભણે છે અને સાથે જોબ પણ કરે છે. જ્યારે હરીશ પોતાના પપ્પા સાથે એના બિઝનેસ ને આગળ વધારે છે. અઠવાડિયા માં એક વાર તો ગંગા અને હરીશ ની લાંબી લાંબી વાતો તો હોય જ. બંને ના માતા પિતા પણ આ વાત થી અજાણ નથી. અને જો આ છોકરાઓ લગ્ન માટે હા પાડે તો બંને પરિવાર માટે સોના માં સુંગંધ ભળ્યા જેવું છે. છોકરાઓ તો હાં પાડે પણ અત્યારે એને એની રીતે કરિયર આગળ વધારવી છે તો કોઈ કઈ આગળ વધતું નથી....

                      આખરે સાત સાત વર્ષ વિતી ગયા ગંગા અને હરીશ વાતો થઈ કોલ પર પણ ખાલી બે વર્ષ પૂરતું પછી ક્યારેક મેસેજ માં વાત કરી લેતા બંને... હવે ગંગા ને ભારત માં પાછું આવવાનું થયું. સીધો પેહલા કોલ કર્યો પપ્પા ને હું આવું છું... તેના પપ્પા ખુશ થઈ ગયા કે વાહ મારી દીકરી છેક કેનેડા ભણી ને આવે છે. હરીશ ને કોલ કરવો હતો પણ એને થોડું અજુગતું લાગ્યું આટલા વર્ષો થયા વાત નથી થઈ કોલ કેમ કરવો, પછી વિચાર્યું ચાલો સરપ્રાઈઝ જ આપીશ અને હવે તો લગ્ન પણ કરી નાખીશું ને આમ તો ઘણું બધું ... છેલ્લે જે જગ્યા એ પાર્ટી કરી હતી ત્યાં બોલાવી અને સીધું જઈ ને ભેટી પડીશ.... આમ મન માં હજારો સપનાઓ સેવી ને ભારત આવી. 

                     ઘરે જઈ બપોરે સુમિત્રા એ એને ભાવતું બધું જમવાનું બનાવ્યું... અને સાંજ પડ્યે તો ગંગા ઉતાવળી થઈ ગઈ હરખાઈ ગઈ કે આટલા વર્ષો પછી હરીશ ને મળવા જવું છે. સુમિત્રા બિચારી જોઈ રહી જે દીકરી ને બહુ મોટો આઘાત લાગશે પણ આ વાત સહન તો કરવી જ પડશે ને.... 
  
                     સાંજ ના લગભગ સાત ના સુમારે હરીશ ને કોલ કર્યો. હરીશ તો તેનો અવાજ સાંભળી અને ગળગળો થઈ ગયો. ગંગા ને લાગ્યું આટલા વર્ષો થયા મળ્યા નથી વાતચીત નથી થઈ તો જરા લાગણીઓ માં વહી ગયો.. અને નક્કી થયું કે રાત્રે નવ વાગ્યે મોનલ હોટેલ માં ડિનર કરવા સાથે જઈશું. ગંગા તો મસ્ત બાંધણી ની કુર્તી પહેરી અને નીચે લાઇટ બ્લૂ કલર નું જીન્સ પહેર્યું ખાંભા થી થોડા મોટા વાળ ખુલ્લા જ રાખ્યા અને મેકઅપ માં બસ એક ખાલી કાજલ લગાવ્યું અને તૈયાર થઈ ને રાહ જોતી હતી ક્યારે નવ વાગે... નવ વાગ્યા અને કોલ આવ્યો હરીશ ની કાર બહાર જ હતી તે સીધી જઈ અને કાર માં આગળ નો દરવાજો ખોલે છે તો સામે એક છોકરી બેઠી હતી ત્રણેક વર્ષ ની નાની ઢીંગલી... અને હરીશ ને જોઈ ને કહે પપ્પા હવે જલ્દી ચાલો ને મને બોવ જ ભૂખ લાગી છે કાલી ઘેલી ભાષા માં બોલતી હતી પણ એટલી જ મીઠડી હતી...

                        આ બધું જોઈ ને ગંગા તો ગોથું ખાઈ ગઈ કે આ બધું શું છે. હરીશ ના લગ્ન પણ થઇ ગયા અને આ છોકરી છે તો એની વાઇફ ક્યાં અને આવડી મોટી વાત બધાએ છુપાવી.... આવા સવાલો ના વાવાઝોડા સાથે એ તો સૂનમૂન થઈ ગઈ.... હરીશ બહાર નીકળ્યો અને ગંગા નો હાથ પકડી અને એની આંખ માં આંખ નાખી ને જોયું. ગંગા કઈ જ સમજી ના શકી એના મગજ માં વિચારો નું વાવાઝોડું ચાલ્યું હતું.... 

                        બંને સાથે હતા જમ્યા અને કોઈ કઈ જ બોલતું ના હતું બસ હરીશ ની છોકરી હતી એ હરીશ સાથે વાતો કરતી હતી હરીશ પણ તેની સાથે રમતો હતો... અને ગંગા આ બધું જોઈ ને મન થી મારી ગઈ હતી.... થોડી વાર થઈ એની છોકરી કે પપ્પા સૂઈ જવું છે હવે ચાલો ઘરે.... હરીશ કહે ચલ બેટા હમણાં જઈએ. કાર માં ગયા અને છોકરી ઊંઘ માં હતી તો થોડી વાર માં જ સૂઈ ગઈ..... હવે ફક્ત ગંગા અને હરીશ બે જ હતા કાર ની બહાર ઊભા હતા ગંગા ની પ્રિય આઈસ ક્રીમ શોપ પાસે અને એને હંમેશા ભાવતી એવી ચોકલેટ ચિપ્સ આઈસ ક્રીમ લઇ આવ્યો હરીશ. 

                           આજે પણ બંને વચ્ચે મૌન હતું જે છેલ્લી વાર મળ્યા ત્યારે હતું એવું જ, પણ આજ ના મૌન માં ખામોશી કંઇક અલગ જ છવાયેલી હતી.આખરે હરીશ બોલ્યો 

: ગંગા તને લાગતું હશે કે આ છોકરી મારી અને મારા લગ્ન થઈ ગયા હશે અને મે તને આ કંઈ વાત ના કરી મે તારા સપનાઓ તોડ્યા તને દુઃખી કરી તારું દિલ તોડ્યું.... 

ગંગા : ના અને કદાચ હા.... પણ એક વિશ્વાસ તો છે જ મને મારા હરીશ પર કે એને કંઈ પણ ખોટું ની કર્યું હોય... 

હરીશ : હમમ !!

ગંગા હરીશ નો હાથ પકડી લે છે અને એની આંખો માં આંખ નાખી ને જોવે છે. હરીશ રોઈ પડે છે એના ખંભે માથું રાખી ને ગંગા એને સપોર્ટ કરતી હોય એ રીતે એને પંપાળે છે. એના વાળ માં પોતાના હાથ ધીમે ધીમે કરી ને પસારે છે.

હરીશ : મારી ઓફિસ માં એક કલીગ હતી. સાથે જ કામ કરતા... તારી જેમ જ બહુ હોશિયાર હતી બધી જ બાબતો માં પણ એનો પતિ બહુ ખરાબ હતો મારતો અને એના પૈસા થી દારૂ લઇ ને પીય જતો અને એના પર અત્યાચાર કરતો મારતો અને ઘણી વાર રેપ પણ કરતો. આ વાત એ કોઈ ને પણ કહેતી નહિ છુપાવતી બધા થી. મારી ખાસ મિત્ર બની ગઈ હતી તો મેં એને વાત જાણવાની કોશિશ કરી એના ઘરે જઈ ને તપાસ કરવી આખી વાત ખબર પડતાં મે એને બધું પૂછ્યું એને આખી વાત કહી કે આ રીતે એ મારા પર જુલમ કરે છે. કાંટાળી ગઈ છું હવે બસ મોત આવી જાય જલ્દી... પણ જો હું મારી જઈશ તો આ મારા પેટ માં છે એનું શું કહી ને રડી પડી.... 

હરીશ આ બધું પોતે પણ રોતા રોતા બોલતો હતો કેમ કે તે પોતાની જાત ને ગંગા નો ગુનેહગાર માનતો હતો.... અને તેને તે દિવસે સ્નેહા તેની કલીગ ને વચન આપેલું કે તે તેની મદદ કરશે હંમેશા.... છોકરી ને જન્મ આપી ને તરત જ સ્નેહા મરી ગઈ કેમ કે તે પ્રેગનેન્ટ હતી ત્યારે પણ એને બહુ માર સહન કરેલો તો એનું મૃત્યુ થયું અને એની છોકરી ને મને સોંપતી ગઈ અંતે એટલું જ કીધું કે એ રાક્ષસ ના હાથ માં આ મારી કોમળ કળી ને ના આપતા મહેરબાની કરી ને વિનંતી કરું છું.... અને તે મરી ગઈ ત્યાર થી આની સાર સંભાળ હું જ રાખું છું. આટલું કહેતા તો હરીશ ચોધાર આંસડે રડવા લાગ્યો.... 

                       ગંગા બધું સમજી ગઈ અને ભણેલી ગણેલી એક શિક્ષિત યુવતી હતી. એને હરીશ ને કહ્યું કે શું હું આ ઢીંગલી જેવી આપણી દીક્ષા ની મમ્મી બની શકું ?? 

                        હરીશ એ એને ગળે લગાવી દીધી અને કહ્યું ના તારા લગ્ન માટે તો બહુ મોટા મોટા મંગા આવે છે હું તો જો સાવ એક આવી બાળકી ને મોટી કરવામાં પડ્યો છું તું તારી જિંદગી મારી માટે થઈ ને ખાડા માં ના નાખ.... ગંગા એ કહ્યું જેમ હરીશ એની ગંગા ના પ્રવાહ માં ખરો પાર ઉતર્યો એમ એની ગંગા પણ એના પ્રેમ ના પ્રવાહ માં પાર ઉતરશે.... અને એને હરીશ ને અને એના માતા પિતા ને પેલા જ ચોખવટ કરી દીધી કે એ પોતાના સંતાન ને ક્યારેય જન્મ નહિ આપે એની દીક્ષા એ જ હવે તો એનું સંતાન.... 

                         આમ, હરીશ અને ગંગા એક બીજા ના પ્રેમ ના પ્રવાહ માં વહેતા ગયા.... જિંદગી ના એક બહુ મૂલ્ય એવા જીવનસાથી સાથે બંને ના પ્રેમ નો પ્રવાહ હજુ પણ અવિરત ચાલે છે.....
             
                  


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

समझ लेना..

દોસ્તી એટલે દગો... 💔