દોસ્તી એટલે દગો... 💔
12મુ ધોરણ એટલે સ્કૂલ લાઈફ નો અંત અને બીજી નવી જિંદગી એટલે કે કોલેજ લાઈફ ની શરૂઆત.
પરંતુ જો એજ સ્કૂલ લાઈફ માં કઈક એવી ઘટના બને અને એના કારણે. આપણું મન ડિપ્રેશન મા ચાલ્યુજાય અને આવું બનતા જ લાઈફ બરબાદ થવાનો ભય રહે છે. આવુજ નીક્કી સાથે બન્યું.
જ્યારે કોઈ 12મા ધોરણ મા ભણતી છોકરી ને કોર્ટ મા બેસાડવામાં આવે ત્યારે એ સમય એ જે ધીરજ હિંમત રાખવી એ બોવ મોટી વાત છે.. તો હોવી આગળ કહું.
જ્યારે ગાંધીનગર થી ફોન આવ્યો ત્યારે નીક્કી ના પગનીચેથી જમીન ખસી ગઈ અને એના ઘરવાળા ને ઘણો અચકો પડ્યો....
બીજા દિવસે નીક્કી અને ઘરના લોકો ગાંધીનગર જવા નીકળ્યા. અને ગાંધીનગર પહોંચ્યા. નીક્કી ઉચ્ચતરમાધ્યમિક વિભાગમાં પહોંચી અને ત્યાં એમની જેવા ઘણા વિદ્યાર્થી ઓ આવ્યા હતા મનમાં થોડો ગભરાટ અને દુઃખ હતું નીક્કી ને થોડો સમય બેસ્યા પછી એક કોર્ટના રૂમ મા બોલાવવા માં આવી.
નીક્કી રૂમમાં એન્ટર થઈ. એની સામે જજ અને જ્યૂરી ના 15 લોકો બેઠા અને નીક્કી ને વચ્ચે ઉભી રાખી. અને સવાલો શરૂ થયા કે જે છે એ સાચું બોલી જાવ. નીક્કી એ થોડી હિંમત કરી ને જે છે તે બંધુ કહી દીધું અને પછી જ્યૂરી એ કેમેરા ની ફૂટેજ નીક્કી ની સામે જોઈ અને નીક્કી ને હિંમત આવી ગઈ અને નીક્કી ને કહેવા માં આવ્યું કે જો તમે ખોટું બોલશો તો તમને 3 વર્ષ સુધી કોઈ પરીક્ષા મા બેસવા નઈ મળે.
નીક્કી મા હિંમત આવી એટલે એને કહ્યું કે મારો વાંક આવશે તો હું જિંદગીમાં ક્યારેય કોઈ પરીક્ષા નઈ આપું.. આ બોલતી વખતે નીક્કી ની આંખમાં વિશ્વાસ સચ્ચાઈ હતી આ જોઈ ને જ્યૂરી ને વિશ્વાસ આવ્યો અને નીક્કી ને કહ્યું કે આ ઘટના મા તમારો કોઈ હાથ નથી. અને થોડા દિવસ મા તમને તમારું 12માં નું પરિણામ મળી જશે જે આપ ઓનલાઈન જોઈ શકશો.
આ સાંભળતા નીક્કી ને હાશ થઈ. એ ખુશ થઈ બહાર આવી ને મમ્મી પપ્પા ને વાત કરી અને બધા ની શાંતિ થઈ.
નીક્કી એ આ ઘટના પરથી બોવ મોટો સબખ શીખ્યો.
1). આપડી સાથે કોઈ પણ વ્યક્તિ ગમ્મે તેટલા વર્ષ સાથે રહે પણ જ્યાં સુધી વિશ્વાસ ના હોય ત્યાં સુધી બદ્ધુ નકામું.
2). જે આપનો દુઃખ ના સમય પર સાથ આપે એજ સાચો સાથી, અને એ આપડો પરિવાર જ હોય.
3). લોકો ને ઓળખતા શીખવું છે.
અને ઘણુંબધું.....
તે દિવસ થી આજ દિન સુધી મેં કોઈ ને મરા મિત્ર બનાવ્યા નથી. કેમ કે હજુ મને લાગે છે કે દોસ્તી એટલે દગો..
ધન્યવાદ...
હું જલ્દી આવીશ મારી આગળ ની જિંદગી લઈ ને..
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો