ઢળતી સાંજે..

એક ઢળતી સાંજ અને એક તું,

જાણે એક દિલ ને બીજી ધડકન તું.

આખો દિવસ થાકી ને આવું જ્યારે હું,
ત્યારે એ ઢળતી સાંજે મારી કડવી કોફી ની મીઠાશ તું..

જો દિલ કહું તને હું તો ખોટું લગાડે આ સાંજ,
ને જો દિલ ની ધડકન કહું તો રિસાય ને રાત પડી જાય આ સાંજ..

પ્રેમ તો બંને છે તું ને આ ઢળતી સાંજ,
પણ મજા તો ત્યારે આવે જ્યારે આ સાંજ માં તારા આગમન ના એંધાણ થાય..

દિવસ તો સૂર્ય ના તાપ માં નીકળી જાય,
પણ આ સાંજ તારા શ્રિંગાર વગર નહિ નીકળે..

દુનિયા ના તો શબ્દો અલગ ને રીત નિરાલી,
પણ આ દુનિયા થી પરે છે એની સાથે ની સાંજ નિરાલી ..


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

समझ लेना..

દોસ્તી એટલે દગો... 💔