આકાશ ના પંખી

                        રિદ્ધિ એક અમીર બાપની સંતાન હતી, એટલે સ્વાભાવિક છે કે તેના માં સંસ્કાર થી વધારે ઘમંડ હોવાનો.પોતાના પપ્પા સિવાય કોઈ ની વાત કાન નહિ ધરવાનો એને જનમ થી જ મોટો ગુણ હતો. તેની માં જનમ આપ્યાની સાથે જ ભગવાન ને પ્યારી થઈ ગઈ, એટલે વધ્યા આ બાપ દીકરી.

                       દીકરી ભલે ગમે એવી હોય મગજ ની પણ દિલ ની બહુ ભોળી. કુટુંબ પરિવાર શું એને ક્યારેય કઈ ખબર જ નથી પડી.હંમેશા પરિવાર ના પ્રેમને તરસતી રહેતી કદાચ આ કારણે જ તે નાનપણ થી જ ચિડાયેલી રહેતી, પપ્પા સિવાય કોઈ નો પ્રેમ ક્યારેય પામેલી જ નહિ ને. દીકરી તો પંખીડા જેવી હોય ક્યારે ઉડી જાય, ક્યારે એને પાંખો આવી જાય, સમય ક્યારે એને પોતાની બાહો માં ઉડાવી જાય....

                       આવા માં એક છોકરાનું માંગુ આવ્યું, મધ્યમવર્ગનું કુટુંબ હતું. છોકરો ખૂબ ભણેલો હતો, નામ એનું પ્રીતમ અને ઘરના બધા જ લોકો હળીમળી ને રહેતા હતા. બસ એક જ પ્રોબ્લેમ આવ્યો કે છોકરા છોકરી ને લગ્ન કરવા ની ઈચ્છા હતી નહિ. બસ બંને ના ઘરના લોકો નું મન રાખવા માટે જ લગ્ન કરવા ની તૈયારી બતાવી. 

                        સગાઈ તો થઈ ગઈ, હવે રિદ્ધિ ને હરવા ફરવા નો બહુ શોખ. અને પ્રીતમ ને પોતાના કામકાજ માં રહેવાનો શોખ એને બહુ હારવું ફરવું કે એવો kai શોખ નહિ, એના માટે બસ એ ભલો ને એનું કામ ભલું. સગાઈ થઈ ગઈ એટલે સ્વાભાવિક એમના બંને ના પરિવારના લોકો કહેવા ના જ કે બહાર ફરો અને મોજ મસ્તી કરો. પણ આ બંને તો પરાણે બંધનો માં બંધાઈ ગયા એટલે ના છૂટકે તે લોકો ની રજી ખુશી માટે તૈયાર થઈ જતાં. 

                         ધીમે ધીમે બંને વચ્ચે મન મેળ થતો ગયો. જેમ જેમ આ બંને વચ્ચે નિકટતા આવી તેમ તેમ તેમના પરિવાર માં દુરી આવતી ગઈ. આજ ના જમાના માં પણ અમુક માન્યતાઓ ને લીધે તેમના પરિવાર ની વધતી દૂરી આ બંને નાં સગપણ ની નજીક આવતી ગઈ. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે રિદ્ધિ ના પપ્પા અને પ્રીતમ ના પપ્પા એક બીજા ના કટ્ટર વિરોધી બની ગયા. 

                      એક સમયે એક બીજા નું મુખ પણ જોવું ના ગમતું એ જ લોકો આજે એક બીજા ને મળ્યા વગર અધીરા થઈ જાય છે. બંને દિલ ના ભોળા હતા એક બીજા સાથે મન મળતા ક્યાં વાર લાગવાની. પ્રેમ એટલો વધી ગયો કે એક વાર તો બંને લગ્ન કરી લેવાનું પણ વિચારી લીધું પણ પછી બંને ને પોતાના ઘર પરિવાર નો વિચાર આવતા એક નિર્ણય પર આવ્યા.

                     પ્રીતમ ના લગ્ન કોઈ બીજી છોકરી સાથે થયા અને રિદ્ધિ ની સાથે પણ એવું જ થયું. એ બંને એક અજાણ્યા બંધન માં બંધાઈ ગયા. પરિવાર ની લાગણીઓ માં દબાઈ ને  પોતાનું જીવન વ્યતીત કરવનો નિર્ણય લીધો...

                         જે મુક્ત ગગન ના પંખી હતા, ખુલ્લા આકાશ ના પંખી હતા એ પરિવાર ની પળોજણ માં પડી ને પોતાના પ્રેમ ને પોતાના જ હાથે હસતા મોઢે વિદાય આપી...    




                          


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

2020 End of a new beginning

समझ लेना..